શનિવાર, 6 ડિસેમ્બર, 2014

હસરત સાથે...

કરી લીધી છે સમજૂતી અમે પણ હાલત સાથે;
જીવવાનું છે હવે તો જિંદગીભર ઉલફત સાથે.

ઇશ્ક જો કરશો અમને તો સમજાય જશે સનમ;
થઈ જશે નફરત સનમ,  તમને નફરત સાથે.

દિલ આપવાની અને લેવાની વાત છે સીધી;
આપ- લે એની નથી કરાતી કોઈ શરત સાથે.

ન કરશો દવા સનમ,  તમે આપેલ જખમની;
હરેક ઘા જાય છે રુઝાય  વહેતા વખત સાથે.

સાભાર પરત મળ્યો  અઘારો મોકલાવેલ પત્ર;
મોકલ્યું હતું દિલ અમે એમને તો એ ખત સાથે.

મારા સૌ દુશ્મનો મને એ શિખવાડી ને જ રહ્યા;
દોસ્તી કરવી સાવ સહેલી છે આ જગત સાથે.

ખુદા પણ મહેરબાન છે મારા પર એમ તો હવે;
આપ્યું છે દિલ મને યાદ કરવાની સવલત સાથે.

માણસ તો ભાઈ માણસ છે, જીવી જાય જિંદગી;
એ કોઈનો ખાસ થઈ ગયો હોવાની ગફલત સાથે.

આંખો ખૂલી રાખી સૂતો છે નટવર હવે કબરમાં;
સનમનાં એક જ આખરી દિદારની હસરત સાથે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું