શનિવાર, 8 ડિસેમ્બર, 2012

નજરમાં રહે...

ક્યાં દિલમાં રહે સનમ, ક્યાં નજરમાં રહે;
હું ક્યાં કહું છું તું હરદમ મારા ઘરમાં રહે?

ડગલે ડગલે હું પડીશ તો કદાચ તું ય પડે;
ચાલ સનમ, મારી સાથે તું ય સફરમાં રહે.

પીવા દે તારી આંખોથી છલકાતો શરાબ;
ને પછી એની મસ્ત નશીલી અસરમાં રહે.

સુખ દુઃખ હરખ શોક વણાયા છે જિંદગીમાં;
બને તો મારી જિંદગીના હર અવસરમાં રહે.

તને જોયો નથી ઈશ્વર કદી મેં તો ય પૂજ્યો;
બની અખૂટ શ્રદ્ધા ભગવાન પથ્થરમાં રહે.

તને યાદ કરીને લખે તને વીસરવા નટવર;
મારી હર નજમનાં તું એક એક અક્ષરમાં રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું