સોમવાર, 30 નવેમ્બર, 2009

આ શું???


તારી અને મારી વચ્ચે અંતર વધી ગયું ખાસું
શીદને આમ થયું સનમ એ હું વારંવાર તપાસું


રડી રડીને શું કરવું ને કોને કહેવી દિલની વાત.
હવે તો આ આંખમાં ય સાવ સુકાય ગયા આસું


મળ્યા આપણે પળ બે પળ ને છુટા પડી ગયા
હવે બસ એ જ વિચાર કે ક્યારે ભેગા થાશું?


દીલ તારી યાદોથી સજાવેલ કંઈ મંદિર નથી.
હોય જો એ મંદિર તો એનાં દરવાજા હું વાસુ.


દિવાના સમી મારી હાલત પર હસે છે લોકો
સાજા સારા ‘નટવર’ને આજ થઈ ગયું આ શું?




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું