માણસો છે કે પછી પડછાયા છે?
માણસો ક્યાં કદી પરખાયા છે?
મંજિલ વગરના છે
સૌના પ્રવાસો!
અધવચ્ચે સહુ અહીં
અટવાયા છે.
બંધન બની જાય છે
હરેક સંબંધો!
ને એવા સંબંધો
ક્યાં સચવાયા છે?
કોને કોને શું
સમજાવું મારા વિશે?
જે મારા છે,મને ક્યાં સમજાયા છે?
પ્યાસા હરણા જેવા
છે સૌ પ્રેમીઓ!
જળ ઝાંઝવાંના પીવા
લલચાયા છે.
બહુ સાચવી સાચવીને
જે જે ચાલ્યા!
સર-એ-રાહ એ સખત
પછડાયા છે!
શું લખે? શું શું ન લખે નટવર હવે?
શબ્દ અજાણ્યા,વિચારો
રઘવાયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું