શનિવાર, 24 જૂન, 2017

કફન તળે...

પાંપણો એમની સહેજ ઢળે
તો મારું સપનું ય કદી ફળે.

ભીના ગેસુ એઓ સૂકવે છતે
વગર વરસાદે કોઈ પલળે.

સાલું દિલમાં દરદ થાય બહુ
આપણું જ કોઈ ક્યારેક છળે.

એક એવું નગર છે આ જગત
જાણીતા બની અજનબી મળે.

સમય ટકતો કે અટકતો નથી
તો કેવી રીતે એ પાછો વળે?

ભાર ખામોશીનો ય વધી જાય
જો એમાં અબોલા એમનાં ભળે.

ઇશ્ક થયો ત્યારે જાણ થઈ એ
ઇશ્કમાં સહુ કોઈ સદા ટળવળે.

ઘૂંટ એક પણ નથી પીધો અમે
જામ ક્યારેક અમસ્તો ય ગળે.

આજે કે આવતી કાલે નટવર
જાગતા રહેવાનું છે કફન તળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું