ન
વધવા દેશો કદી આપ વિસ્તાર અધિકારનો !
નહીંતર
નામશેષ થઈ જશે વિસ્તાર પ્યારનો !!
સાવ
અજાણી બે નજર ચાર થઈ જાય અચાનક !
ને
આંખો આંખોમાં થઈ જાય છે કરાર પ્યારનો !!
હળવા
થવા ઇશ્ક ફરમાવ્યો છે જેણે જેણે અહીં !
એમને
જ સદા લાગ્યો છે વધારે ભાર પ્યારનો !!
છુપાવીને
જખમ મહેફિલમાં હસતા રહેવું સદા !
એ જ
તો યાર મારા છે સાચો વહેવાર પ્યારનો !!
શોધવા
બેસશો તો ન મળશે કદી ય તમને એ!
અહીં
ક્યાં કદી મળ્યો કોઈને આકાર પ્યારનો ?
પ્રેમ
તો પ્રેમ છે, પ્રેમ ક્યાં સમજાય કદી કોઈને?
સમજતા
સમજતા જ સમજાય પ્રકાર પ્યારનો !!
જે
હસતા રમતા ભૂલ્યા એને સદા યાદ કરવાના !
દોસ્ત
આજ તો છે એક કિંમતી ઉપહાર પ્યારનો !!
નથી
ઉંમરની કોઈ સીમા,ન જનમ જનમનું બંધન!
ચઢ્યો
જો એક વાર,ઊતરતો
નથી ખુમાર પ્યારનો !!
શું
છે નટવરની આ નાહક કવિતાઓની ભરમાર ?
શબ્દે
શબ્દે સંતાયો એમાં સંદેશ બેસુમાર પ્યારનો !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું