શનિવાર, 24 જૂન, 2017

આવરણ નથી....


મારા ચહેરા પર તો કોઈ આવરણ નથી !
તોય ઓળખે મને એવો એકેય જણ નથી !

ખુદને શોધવા દરબદર ભટકતો રહ્યો હું !
અરીસા છે સહુ,ક્યાં એકે પણ દર્પણ નથી !

જેને મારા મારા હું સમજતો રહ્યો હંમેશ !
હાય રે!એમને મારું જરાય વળગણ નથી !

શું સમજવું ઇશ્ક વિશે અને શું સમજાવવું ?
ઇશ્ક વિશે કંઈ કહું એટલી સમજણ નથી !

ધરતી પણ એવી જ છે,આકાશ પણ એવું !
તોય વતન જેવું અહિંયાં વાતાવરણ નથી !

કોઈના ઇશ્કમાં ભૂલો પડ્યો છું એવો યારા !
હું કોણ છું?કોણ હતો? જરાય સ્મરણ નથી !

તારી લાગણી વટાવીને શું કરશે નટવર ?
એવી જગા છે આ, જ્યાં એનું ચલણ નથી !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું