શનિવાર, 24 જૂન, 2017

હેલી ...

વગર વાદળે પણ હેલી થઈ શકે!
ડાહી ડમરી વ્યક્તિ ઘેલી થઈ શકે!

બહુ સાચવી મારી શકલને મેં તો!
ટપકે આંસુ તો  મેલી થઈ શકે!

પકડું જો એમનો મહેંદીભર્યો હાથ!
રંગબેરંગી  મારી હથેલી થઈ શકે!

એકલો ચાલ્યો રાહ -- ઇશ્ક પર!
સાથે મળે તો   રેલી થઈ શકે!

જાણ  હતી કે કોઇને બહુ ચાહીએ,
તો પણ આપણને મુશ્કેલી થઈ શકે!

વધુ દૂર રાખીએ જુદાઈને આપણે !
ને કમબખ્ત  વહેલી થઈ શકે!

કિસ્મતને  કોણે જાણી છે નટવર?
રાજાભોજ પણ ગાંગો તેલી થઈ શકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું