શનિવાર, 24 જૂન, 2017

રઈસ છે...

મારી સાથે જ મને તો રીસ છે!
ને ખામોશી મારી ચીસ છે !

હવે બીજા વિશે શું કહેવું મારે?
મારે તો ખુદ સાથેય રંજિશ છે!

પથરાની પથારીએ જે  ઊંઘે !
એ જ ઇન્સાન ખરો રઈસ છે !

જામગરી પર બેઠી છે દુનિયા !
અને હાથમાં સૌના માચીસ છે !

દીકરો ફરતો રહે  મર્સિડીઝમાં !
બાપના તને ફાટેલ ખમીસ છે !

ખાલે હાથી જવાનું છે અહીંથી !
સૌ કોઈ અહીં ભાડૂતી રહીશ છે !

એકલતાથી કોણ બચી શક્યું છે ?
એ તો જાણે ધૃતરાષ્ટ્રની ભીસ છે !

જિંદગી જીવવાની તો જ છે મજા!
જે જિંદગીમાં થોડી તો કશિશ છે!

નટવર બેધડક કહી દે તું સહુને !
આ જે ઇશ્ક છે એ જ તો ઈશ છે !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું