શનિવાર, 24 જૂન, 2017

જિંદગી.. જિંદગી..

સમજાય એને સમજાય પ્રકાર જિંદગીનો;
બદલાય સદા હર પળ આકાર જિંદગીનો.

વહેતા સમયની સાથે વહેતી રહે હંમેશ એ;
તો ક્યારેક નથી મળતો આધાર જિંદગીનો.

ઊજળી બાજૂ સાવ ઊંઘાડી પડી જાય કદી;
ક્યારેક નજરે ય ન આવે અંધાર જિંદગીનો!

બે નજર ચાર થાય ને દિલ બેકરાર થાય;
ને આંખોમાં આંખોમાં થાય કરાર જિંદગીનો!

એમ તો સાવ અઢી અક્ષરનો શબ્દ છે ઇશ્ક;
એ અઢી અક્ષરમાં સમાયો સાર જિંદગીનો !

મરણ આવતા થાય પૂર્ણ  એમ તો જિંદગી!
મર્યા પછી ય ક્યાં આવે છે પાર જિંદગીનો ?

રસ્તે રખડતા આખડતા થાય છે ઘાયલ એ;
નથી કરી શકાતો ક્યારેક ઉપચાર જિંદગીનો.

જીવતા જીવતા સૌ જીવે છે જિંદગી નટવર!
કોઈ ક્યાં કદી ય માને છે ઉપકાર જિંદગીનો?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું