શનિવાર, 25 ફેબ્રુઆરી, 2017

ઇલાહી છે ...

એવી રીતે મેં સનમ, તને ચાહી છે !
તું જ મારી ખુદા ને તું જ ઇલાહી છે !

તારા ડાબા ગાલ પરનો પેલો તલ !
મારા માટે તો પ્રભુએ કરેલ સ્યાહી છે.

તને શું ખબર? તું શું છે મારા માટે ?
તું જ મારી નૌકા ને તું જ તો માહી છે.

ન પૂછ તું, તારા વિના જિંદગી શું છે ?
શ્વાસ લેવો ને છોડવો,એક તબાહી છે !

મારી આંખ સાથે આંખ મેળવીને જો !
તાર - મારા ઇશ્કની એમાં ગવાહી છે !

ભલભલાં દરદ ઓગળી છે જાય એમાં !
આ આંસું સાલું એક અદ્ભુત પ્રવાહી છે !

ફિકર ચિંતા દુનિયાની ક્યાં સુધી કરવી?
ન સમજવાનું સમજે, એ દોઢ ડાહી છે !

આ હ્રદય પણ ધબકાર ચૂકી જાય છે !
શું એ તારા આવવાની આગાહી છે ??

સાથ સનમનો મળે યા ન મળે નટવર!
સુમધુર યાદ એની સદાની હમરાહી છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું