શનિવાર, 25 ફેબ્રુઆરી, 2017

ક્ષણિક...

એવું પણ થાય છે જિંદગીમાં કદીક !
જે પાસે હોય એ જ ન હોય નજદીક!!

દુનિયા આખીને સદા ડરાવતો હોય!
એને ખુદની જ હોય છે ભારે બીક !!

એ જ દરદ વધારે આપતા રહે છે !
ચાહતા હો તમે એને ખુદથી અધિક!!

મારા જખમની દવા ન કરશો મિત્ર!
એ જ તો છે પ્રેમનું  પાવન પ્રતીક!!

માંડ એઓ ખબર લેવા આવ્યા મારી!
એ દિવસે  તબિયત મારી થઈ ઠીક!!

થઈ જાય મહેફિલ જ્યારે સદાબહાર!
હોય જો મહેફિલમાં હર શખ્સ રસિક!!

જિંદગી નટવરની સફળ થઈ જાય છે!
જ્યારે યાદ કરી દે સનમ એને ક્ષણિક!!ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું