શનિવાર, 17 ડિસેમ્બર, 2016

જરાક...સંબંધમાં પડી ગઈ દરાર જરાક;
લાગણીઓ થઈ ગઈ ફરાર જરાક!

મારા હતા, મને છેતરી ગયા સદા;
હતો મને એમના પર મદાર જરાક.

મેં સોંપી દીધું દિલ તમને સનમ;
આપો તમારું, બનો ઉદાર જરાક!

આજે નહી તો કાલે ચૂકવી દઈશ!
આપો તમારો સ્નેહ ઉધાર જરાક.

જિંદગીભર કાળજી રાખીશ તમારી;
તમે પણ કરો મારી દરકાર જરાક !

મેં તો છડેચોક મારી લાગણી કહી;
તમે પણ સનમ કરો ઇઝહાર જરાક.

દુનિયા એના પર ટકી રહી યુગોથી;
છે લોકોને લોકો પર એતબાર જરાક!

સૂતો નટવર કબરમાં ખૂલી આંખોએ;
હજુ છે સનમ તમારો ઇંતેજાર જરાક!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું