શનિવાર, 17 ડિસેમ્બર, 2016

અનહદ...દિલમાંથી રુખસદ મળી;
ને તન્હાઈ અનહદ મળી.

સીમા સહુ ઓળંગી કદી;
તો નવી જ સરહદ મળી.

કર્યો છે બેપનાહ ઇશ્ક મેં;
તો દિવાનાની સનદ મળી.

બળ્યો હું જીવતો જીવતો;
લાગણી મને જલદ મળી!

લાગણી લઈ ફરતો રહ્યો;
માગણી બધી નગદ મળી.

દરિયો યુગોથી પ્યાસો છે;
નદી દોડતી ગદગદ મળી.

ચાર ખભાઓ મળ્યા જ્યારે;
આખરે એટલી મદદ મળી.

જે કવિતામાં દરદ હતું ઘણું;
વાહ વાહ એને બેહદ મળી.

આખરે તો કબરમાં સુવાથી;
નટવરને પળો સુખદ મળી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું