શનિવાર, 8 ઑક્ટોબર, 2016

બિંદાસ થઈ ગયો...

જ્યારથી સનમ, હું તમારો ખાસમ્ ખાસ થઈ ગયો;
તેલ લેવા જાય દુનિયા, હું સાવ બિંદાસ થઈ ગયો.

હર કોઈ અહીં કરતા આવ્યા છે ઇશ્કની બદબોઈ;
જ્યારે એણે ઇશ્ક કર્યો, એ ઇશ્કનો દાસ થઈ ગયો.

મયખાને જઈને હું તો પીતો રહ્યો સદા ય આંખોથી;
કદમ ન લથડ્યા,ને લોકો કહે હું દેવદાસ થઈ ગયો.

હું હસ્યો કહી આપવીતી મારી મહેફિલમાં ગઝલ રૂપે;
ન જાણે કેમ મહેફિલમાં હર શખ્સ ઉદાસ થઈ ગયો!

આયના મને જોયો,ને મેં જોયો આયનાને તાકી તાકી;
મારા ઘરમાં મારા સિવાય કોઈ છે, વિશ્વાસ થઈ ગયો.

ગયા છે જ્યારથી સનમ તમે મને છોડીને, તરછોડીને;
શું કહું તમને? હું એક જીવતી જાગતી લાશ થઈ ગયો!

દિલ તૂટી ગયું તો પણ જીવતો રહી ગયો આ નટવર;
માનો યા ન માનો,આ એક અમર ઇતિહાસ થઈ ગયો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું