સોમવાર, 24 ઑક્ટોબર, 2016

રુખસદ...


અનહદ અનહદ;

સરહદ સરહદ.કોરી કોરી આંખો;

ગદગદ ગદગદ.ન સમજાય કદી;

મકસદ મકસદ.ભીની આંખે હસે;

એ જ મરદ મરદ.લાગણી વેચાય;

છે નગદ નગદ?હોય છે મૌન પણ;

ભારે જલદ જલદ.ન હોય હર અંત;

સદા સુખદ સુખદ.છે ઘાયલ દિલમાં;

મસ્ત દરદ દરદ.મળી છે નટવરને;

રુખસદ રુખસદ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું