સોમવાર, 5 સપ્ટેમ્બર, 2016

મદારી છે...


નચાવે એમ નાચવામાં સમજદારી છે;
આ સમય કમબખ્ત કાબેલ મદારી છે.

અરે! મકાન બનાવવું સાવ સહેલું છે.
એને ઘર બનાવવામાં જવાબદારી છે.

રહે મારા સીનામાં, ધબકે બીજા નામે!
ઓ દિલ-એ-નાદાં! આ તો ગદ્દારી છે.

તોરણો આંસુના સજાવી પાંપણો પર;
ચહેરો હસે છે,એ એની ઈમાનદારી છે.

હોઠો થાપ ખાય જાય વાત કહેવામાં;
વાત આંખથી કહેવામાં સમજદારી છે.

એક જ હતું દિલ એ પણ સોંપાય ગયું;
આ જિંદગીમાં બસ નાદારી નાદારી છે.

મંજિલ ઇશ્કની દિલ સુધી પહોંચવાની;
ભલે અલગ રાહ, અલગ રાહદારી છે.

જોયું હતું એક વાર મારા તરફ એમણે;
બસ, ત્યારથી એમની જ તરફદારી છે.

ઇશ્ક ઇશ્ક જ છે, એ ઇશ્ક જ રહેવાનો;
ઇશ્ક જ મારો રૂહ છે, મારી રૂહદારી છે.

કોણ સમજશે નટવર દિલની વાતને?
કોઇનામાં ક્યાં પહેલાં જેવી ખુદ્દારી છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું