શનિવાર, 17 સપ્ટેમ્બર, 2016

આભાસ છે...


જે આસપાસ છે;
એ જ આભાસ છે.

આ જિંદગી શું છે?
શ્વાસનો કંકાસ છે!

હર આદમી અહીં;
સમયનો દાસ છે.

ચહેરો છુપાવે ભલે;
દિલ તો ઉદાસ છે.

એ જ દરદ આપે;
જે ખાસ ખાસ છે!

હર કવિતાઓ મારી;
ઇશ્કનો ઉપન્યાસ છે!

કોઈક તો સમજશે;
મને એ વિશ્વાસ છે!

દિલ નથી લાગતું;
શું આ સંન્યાસ છે?

એકલો નથી નટવર;
શબ્દોનો સહવાસ છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું