રવિવાર, 26 જૂન, 2016

વાદળ...

આ વરસાદ લઈને આવ્યું ઘેલું વાદળ;
પલળી ગયો મારો તને લખેલ કાગળ.

લે છે મજા આખી દુનિયા વરસાદની;
પાણી એનું કરે છેને આકળવિકળ.

હવે તને શું લખ્યું એ તો તું જાણે જ છે;
મારી હર વાત છે ખુલ્લી તારી આગળ.

તારું સપનામાં આવવું ને ચાલ્યા જવું;
રાહ બતાવ,ચાલ્યો આવું તારી પાછળ.

કેવી રીતે મળું તને હું તું જ કહે સનમ;
આ દુનિયાની આંખોમાં રમે કપટ છળ

ભીના ભીના વરસાદમાં સાવ કોરોકટ હું;
યાદમાં તારી વરસે આંખમાંથી અશ્રુજળ.

પુરો થઈ ગયો રસ્તો, ન આવી મંજિલ;
ચાલ, નટવર હવે તું ત્યાંથી પાછો વળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું