રવિવાર, 26 જૂન, 2016

બહાનું...

તારી યાદ તો સનમ છે બસ એક બહાનું;
નસીબ એવું આવ્યો લઈ,સદાય રડવાનું.

જે કંઈ કરું એ કરતો આવ્યો છું જાહેરમાં;
કરતો નથી એવું કરવું પડે જે છાનુંમાનું.

નીકળ્યો ઘરેથી ત્યારે સાવ અજાણ હતો;
સાચવું તોય હતું મારે હર કદમ પડવાનું.

આપણું આપણું કરી જિંદગી જીવાય ગઈ;
હોય જે આપણું, જિંદગીભર એ નડવાનું.

છે રાહ કઠિન કોઈ દિલ સુધી પહોંચવાનો;
ઇશ્કની રાહે તો ભોમિયા વિના રખડવાનું

હારી ગયો છું હાથે કરી ઘણીવાર સનમ;
બાકી, હાથમાં મારા તો હતું હુકમનું પાનું.

કહેવાય છે કે હ્રદયમાં હોય છે ચાર ખાના;
પરંતુ, મારા દિલમાં છે પ્રેમનું પાંચમું ખાનું.

 કેવી રીતે જીતશે નટવર પારથી વિના એ?
ખુદ સાથે અહીં રોજ રોજ ધર્મયુદ્ધ લડવાનું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું