રવિવાર, 12 જૂન, 2016

કૃતાર્થ છું...

આપે હંકાર્યો મારી જિંદગીનો રથ, આપનો હું કૃતાર્થ છું;
બાકી હું ઇશ્કનાં કુરુક્ષેત્રમાં બધું જ હારી ગયેલ પાર્થ છું.

આપ જે રૂપમાં મને ઢાળવા ચાહો એ રૂપમાં ઢળી જઈશ;
બહારથી ભલે લાગુ સખત,અંદરથી બહુ નરમ પદાર્થ છું.

રોજબરોજ મારે આંગણે જ ભિક્ષાન દેહીકરતો ઊભો રહું;
માનો યા ન માનો, આજના યુગનો હું ય એક સિદ્ધાર્થ છું.

જો મળો મને, તો ઘણું કરવું છે, કરાવવું છે મારે સનમ;
કેવી રીતે કહું હું તમને ઓ સનમ,હું સાવ જ નિઃસ્વાર્થ છું.

સવાલ પર સવાલ પૂછતા રહ્યા સહુ મને,આપ્યા મેં ઉત્તર;
હાય રે કિસ્મત, ખુદ મારા માટે જ હું એક મોટો પ્રશ્નાર્થ છું.

જેવો છું એવો,એવો જ રહીશ સદા તો શું થઈ ગયું સનમ?
સમજાતા સમજાતા જ સમજાશે, જેવો છું એવો યથાર્થ છું.

કાનો માતર વિનાનો સીધો સાદો અદનો ઇન્સાન નટવર;
પ્રેમથી મળો તો સનમ,સમજાશે હું જ તમારો પરમાર્થ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું