મંગળવાર, 17 મે, 2016

તું થઈ જા નટખટ...

છે પરિસ્થિતિ યાર, બહુ વિકટ;
જે પાસે છે, એ જ નથી નિકટ.

વાયદો કર્યો હતો પ્રભુ, તેં પણ;
સમય થયો,  હવે તો તું પ્રગટ.

હું પણ શંકર થઈ જઈશ એક દિ;
ઝેર જુદાઈનું પીધું છે મેં ગટગટ.

એક અમસ્તી કમબખત જિંદગી;
એ જીવવા કરવી પડે છે ખટપટ.

ક્યાં કોઈ ચેનથી જીવે છે અહીં?
જીવી રહ્યા છે અહીં સહુ ઝટપટ.

ભલે તું નથી કંઈ કહેતી હોઠોથી;
બોલે તારી આંખો સનમ, પટપટ.

હું તો એમ જ ઘાયલ થયો સનમ;
મરી જઈશ,ન કર તુ વધુ લટપટ.

તારા અકળ અબોલા કરતા સનમ;
વહાલી લાગે છે મને તારી કટકટ.

શાયદ ઇશ્ક એ જ છે જેને કારણે;
બદલાય જાય છે દિલની રમઝટ.

કોણ છે પારકાં? કોણ છે પોતાના?
કરે અહીં સૌ એકબીજા સાથે કપટ.  

બહુ શાણપણ સાચવ્યું જિંદગીભર;
હવે તો નટવર,તું થઈ જા નટખટ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું