મંગળવાર, 17 મે, 2016

લલચાવે છે...

લાગણીઓ જ સાલી લલચાવે છે;
અને પછી એ બહુ હચમચાવે છે.

શીખી જઈશ હું એક દિ નાચતા;
સમય જેમ જેમ મને નચાવે છે.

ડૂબવાનું હતું આંખોનાં વમળમાં;
ડૂબ્યો, કોણ હવે મને બચાવે છે?

જેમ વધુ છૂટવાના પ્રયત્ન કર્યા;
બંધન એઓ વધારે કચકચાવે છે.

તન્હાઈનો આ આલમ પણ કેવો?
જ્યાં બસ ખામોશી ધૂમ મચાવે છે.

ઇશ્ક એ જ કરી જાણે છે નટવર;
ચણા લોઢાનાં જે શખ્સ ચાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું