મંગળવાર, 17 મે, 2016

એક કામ...

રહી ગયું છે બાકી કરવાનું બસ એક કામ;
તારા દિલમાં સનમ, થવું છે મારે ઠરીઠામ.

હું ક્યાં જિંદગી આખી માંગું છું તારી પાસે?
ગનીમત છે વિતાવ મારી સાથ એક શામ.

એમ તો છે સાવ અઢી જ અક્ષર છે ઇશ્કના;
એ અઢી અક્ષર સમજતા વીતે ઉમર તમામ.

રાહ-એ-ઇશ્ક હોય છે જ એવો ઓ યાર મારા;
ન થાય સફર થાય પુરી,ન આવે કદી મુકામ.

સાકી ઓ સાકી,તને આજે આ તે શું સૂઝ્યું ?
ભર્યું જે મારા કાજ, બીજાને આપ્યું એ જામ !

લાગણી લાગણી રમતા છેવટે એ સમજાયું;
લીલીછમ લાગણીના લગાવે હર કોઈ દામ.

આલમ-એ- ઇશ્કમાં બે અંજામ થાય નટવર;
આદમી મશહૂર થાય કે પછી થાય બદનામ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું