મંગળવાર, 17 મે, 2016

કહુ છું...

તમે નથી જાણતા સનમ, એ વાત કહુ છું;
જાણ બહાર તમારી,તમારા દિલમાં રહું છું.

ઊડે જ્યારે જ્યારે તમારો સપ્તરંગી પાલવ;
બની તુફાની હવા તમારી ચોફેર હું વહુ છું.

મારા હર રોમ રોમ થઈ જાય છે રોમૅન્ટિક;
જ્યારે મારા હસ્તમાં કર તમારો હું ગ્રહું છું.

તમે આપે હર જખમ સાથે થયો છે લગાવ;
મનગમતાં દરદ હસતા હસતા સહુ છું.

આલમ તન્હાઈનો તમારો હસીન થશે સનમ;
બસ કરો કલ્પના,તમારી જ આસપાસ હું છું.

તમે દૂર કર્યો પણ અલગ નથી થયો નટવર;
બની ઇશ્ક તમારી રગેરગમાં વહેતું લહૂ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું