મંગળવાર, 17 મે, 2016

આઈ એમ વેરી સોરી...

કરી ગયાં ચુપકીથી એઓ મારા સપનાંઓની ચોરી;
પકડાઈ ગયા તો કહી દીધું, આઈ એમ વેરી સોરી.

હું લડ્યો,વઢ્યો અને લીધાં રિસામણાં એમની સાથે;
તો કહે હતાં મારા, મેં ચોર્યા,તો કેમ આ સીનાજોરી?

ન જીવતો રાખ્યો ન મરવા દીધો મને ચેનથી મને;
ઘાયલ કરી ગઈ મને કાતિલ નજર એમની બિલોરી.

ન માંગ્યું તો ય દિલ મારું મેં તો આપી દીધું એમને;
ન આપ્યું મને એમનું,  દાનત હતી જ એમની ખોરી.

થાય તો દુઆ કરો યારો હાલત મારી નિહાળીને તમે;
ન મળે તમને દોસ્તો,  કદી ય કોઈ બાલમ બરજોરી.

પાનાં ઉથલાવતા રહ્યો હું જિંદગીભર એક પછી એક;
મારા પ્રેમ પ્રકરણોની કિતાબ પણ નીકળી સાવ કોરી.

સમજાતા સમજાતા છેવટે સમજાયું નટવરને એટલું;
હાથમાં બીજાનાં હોય છે આપણા સહુની જીવનદોરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું