મંગળવાર, 17 મે, 2016

પૂજા...

પ્યાર મારો એ જ પૂજાનો સાચો પર્યાય છે;
ને આપણે ય ક્યાં કોઈ બીજો વ્યવસાય છે?

તારો હાથ પકડી બેસી રહેવું સવાર- સાંજ;
એ જ સમન,મારો તો સદાનો સ્વાધ્યાય છે.

મારી વાત તું માને કે ન માને ઓ સનમ;
જીવનમાં મારા તારો પણ એક અધ્યાય છે.

તારી નજરે મારી નજરને એવું તે શું કર્યું?
જ્યાં જ્યાં નજર કરું, તું જ મને દેખાય છે.

નશો નથી થતો કશો હવે મને આ શરાબથી;
ખુમાર ત્યારે થાય જ્યારે આંખોથી તું પાય છે.

ભલે તું કહે ન કહે જાહેરમાં તારી સખીઓને;
પણ મનોમન મને યાદ કરી તું હરખાય છે.

કોણ જાણે કોણ કેવું છે એ કેવી રીતે જાણવું?
આ માણસ નટવર ક્યાં કદીય પરખાય છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું