મંગળવાર, 17 મે, 2016

જઝબાત...


યુગો બાદ કરવી છે સનમ, આજે મારે એક કબૂલાત;
આપ હોતા નથી ત્યારે આપની છબી સાથે કરું વાત.

આપનાંમાં અને મારામાં કોઈ ખાસ ફેર એમ તો નથી;
પણ આપ જેને માનતા હતા અંત, હતી મારી શરૂઆત.

ગયા જ્યારથી છોડી મને કોઈ ખાસ ફરક નથી પડ્યો;
બસ એમ જીવી રહ્યો છું હું ખુદમાંથી મને કરી બાકાત.

મારી મજબૂરી છે કે વીસરી નથી શકતો સહજ તમને;
મને ભૂલી જવો હોય તો ભૂલી જજો, જો હોય તાકાત.

મેં ક્યાં કદી ય વધારે માંગ્યું છે?તમે જ કહો મને હવે;
આપવું હોય તો કરી દો એક તમારા સપનાની ખેરાત.

દિવસ તો હસતા રમતા વીતી જાય તમારા ખયાલમાં;
બસ, કેમે ય પસાર નથી થતી આ એક નિગોડી રાત.

બહુ લખ લખ કરતાં નટવર બની ગયો એક લહિયો;
શત શત શબ્દોમાંય ન કહી શક્યો એ એનાં જઝબાત.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું