મંગળવાર, 17 મે, 2016

રાહત છે...

થોડીક ચાહત છે;
તો ઘણી રાહત છે.

ઇશ્ક જ ખરેખર;
પાક ઇબાદત છે.

જ્યાં જ્યાં જાઉં હું;
એમની રિયાસત છે.

એક દિલ તૂટ્યું છે;
બધું જ સલામત છે.

એઓ વીસર્યા મને;
ભારે કયામત છે.

છાના ગૂઢ જખમો;
એમની ઇનાયત છે.

જે જે નથી લખાયું;
બધું જ અનામત છે.

ખાલી આંખોમાં મારી;
આંસુની અદાલત છે.

આ કવિતા શું છે?
લફ્જની કરામત છે.

શ્વાસ ચાલતા રહે;
ખુદાની રહેમત છે.

આ જિંદગી નટવર;
અધૂરી રિવાયત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું