મંગળવાર, 17 મે, 2016

રજૂઆત કરો...

જિંદગીની હાયવોયમાં એટલી નિરાંત કરો;
એક ખૂણે બેસી ખુદ સાથેય થોડી વાત કરો.

જગને જીતવું બહુ આસાન થઈ જશે યાર;
એ પહેલાં દોસ્ત, ખુદને જ તમે મહાત કરો.

હું ક્યાં કહું છું કે આખી જિંદગી આપો મને?
કદી પુરી ન થાય એવી એક મુલાકાત કરો.

હર મુલાકાતનો અંત જુદાઈ હોય એવું નથી;
ધીમે ધીમે પણ મળવાની તમે શરૂઆત કરો.

થઈ ગયું છે ઘણું કરજ કારોબાર -એ-ઇશ્કમાં;
ચૂકવીશ હું, સનમ, હપ્તે હપ્તે વસૂલાત કરો.

હોય છે હર ગુના માફ ઇશ્કમાં વહાલા સનમ;
કદી ય ન કર્યા એવા ગુનાની કબૂલાત કરો.

આપીશ હું તમારા હર માસૂમ સવાલોનો ઉત્તર;
બસ, તમારી કમસીન આંખોથી સવાલાત કરો.

હરેક નજમ પર વાહવાહ થાય એ જરૂરી નથી;
કદી કોઈ આહ!માટેય નટવર રજૂઆત કરો.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું