શનિવાર, 5 માર્ચ, 2016

મનોમંથન...


રોમ રોમમાં વસી ગયું છે પહેલા સ્પર્શનું સ્પંદન;
રોમ રોમ સુવાસિત થયું ગયું છે, જાણે છે ચંદન.

એમના મુલાયમ ટેરવે ટેરવે વસે છે પારસમણિ;
મુજ કથીર જેવાને ય બનાવી દીધો એમણે કુંદન.

ડૂબવાની હતી જ મારે ઘાત, નજૂમી સાચો પડ્યો;
ડૂબી મર્યો,ઘણાં છે ગહેરા એમનાં ગાલનાં ખંજન.

ઇશ્ક મારા માટે જીવન મરણનો સવાલ હતો યાર;
ન ખબર હતી મને,એમનાં માટે હતું એ મનોરંજન.

દિવસ તો એમનાં ખયાલમાં વીતી જાય આહિસ્તા;
સુવા પહેલાં ખાલી આંખોમાં લગાવું યાદનું અંજન.

જાઉં તો ક્યાં જાઉં અજનબીઓની આ દુનિયામાં હું?
એક છૂટે તો બંધાય જાય છે અહીં અવનવા બંધન!

ખુદા! કદી તો તું જો આવે બહાર મંદિરની કેદમાંથી;
માણસની જેમ રહે મારી સાથે તો કરું તને હું વંદન.

કમાલ થઈ ગયું,દિલ તૂટ્યું તો ય જીવતો રહી ગયો;
આવો દિલદાર આવો,આપો મને દિલથી અભિનંદન.

લખતા લખતા નથી લખાતી આ કવિતાઓ નટવર;
દિલમાં વલોવાતી લાગણીનું કરવું પડે  મનોમંથન.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું