ગુરુવાર, 3 માર્ચ, 2016

મરક મરક...

નિહાળી મને એક નજર, એઓ હસ્યા મરક મરક;
હાય રે કિસ્મત! એમનાં ખંજનોમાં થયો હું ગરક.

એમની નજર મને એવું તો શું કર્યું કોણ જાણે એ?
એમને પડ્યો ન હોય, પડ્યો મારા જીવનમાં ફરક.

સાથ તમારો હોય સનમ તો જાણે મળે મને સ્વર્ગ;
તમારી જુદાઈ, જુદાઈની તન્હાઈ જાણે નકરું નરક.

સદા એમણે જરા ન સાંભળી મારા ઘાયલ દિલની;
દિલ મારું કરી છે રહ્યું એમનાં જ નામે ધબક ધબક.

હર કદમ પર એમનાં પાથર્યા પુષ્પ વીણી કંટકો;
હું ફિદા એમની ચાલ પર,છે એમાં અજબ લચક.

ઇશ્ક અશ્કમાં ઓગળી વહી નીકળ્યો છે ગાલ પર;
ચાખો સનમ મારા આંસુંને, એમાં છે ઇશ્કનું નમક.

જિંદગી વીતી જશે ચેનથી નટવર, આવે ભલે મોત;
ખૂલી કે બંધ હોય આંખો,આવે નજર એમની ઝલક.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું