ગુરુવાર, 3 માર્ચ, 2016

પનાહ...

કર્યો છે ઇશ્ક કરવાનો ગુનાહ;
છે મારા આંસુંઓ એના ગવાહ.

ગઝલ કહેતા કહેતા હું રડ્યો;
ને મહેફિલે તો કરી વાહ વાહ.

કદી હું તરબોળ થતો હેલીમાં;
આજે વાછટથી ય લાગે દાહ.

બહુ સાચવ્યું મેં એમ તો યાર;
ઘાયલ કરી ગઈ એક નિગાહ.

હું જ રાહ ભૂલ્યો છું હર ડગલે;
યાર, હું શું આપું તને સલાહ ?

લાગણીઓના ઇશારે ન ચાલશો;
એ સર-એ-રાહ કરી દેશે ગુમરાહ.

સમંદર-એ-ઇશ્ક પણ છે એવો;
હર ઘડી બદલાય એનો પ્રવાહ.

હું હતો ત્યાંનો ત્યાં જ રહી ગયો;
મૂકીને મને ચાલી નીકળ્યો રાહ.

એ છેહ દઈ ગયા હસતા રમતા;
કર્યો છે જેને અમે ઇશ્ક બેપનાહ.

મળી ન જગા કોઈના દિલમાં;
લીધી નટવરે કબરમાં પનાહ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું