ગુરુવાર, 3 માર્ચ, 2016

અચરજ...

થતા થતા થઈ જાય છે સાવ સહજ;
એની ગલીમાં ગયો હું, થઈ ગઈ હજ.

એનાં દિલની ધડકનો હાલ એ જાણે;
મારા ધડકનોની બદલાઈ ગઈ તરજ.

એ મને વીસરે તો તો એ હક છે એનો;
એને યાદ કરવાની છે મારી તો ફરજ.

નીંદર વેચી સપનાંઓ ખરીદતો રહ્યો;
કારોબાર-એ-ઇશ્કમાં વધી ગયું કરજ.

હોય જે બહુ તંદુરસ્ત દિલથી, મનથી;
થાય એને જ ઇશ્કનો જીવલેણ મરજ.

કરે છે પ્રેમ અહીં લોકો માપીને માપીને;
કોઈ વધુ,કોઈ ઓછો જેની જેટલી ગરજ.

હવે નટવર નથી ઓળખતો ખુદને પણ;
આયનો જોઈ એને ય થાય છે અચરજ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું