શનિવાર, 27 ફેબ્રુઆરી, 2016

અકબંધ છું...

દિલ ઘાયલ છે,હું અકબંધ છું;
એક ભુલાય ગયેલ સંબંધ છું.

કોઈકને હું સહેજ સ્પર્શ્યો હતો;
એથી જ મઘમઘતી સુગંધ છું.

લેવો હોય તો લઈ લેશો ટેકો;
એમ તો હુંય મજબૂત સ્કંધ છું.

ક્યાં સુધી તરછોડતા રહેશો?
ભવોભવનો હું ઋણાનુબંધ છું.

પતલી કમર પર ફિદા થયો;
સનમ, તમારો હું કટિબંધ છું.

પરદા પાછળનું ય જોઈ લઉં;
ન સમજશો કે હું છેક અંધ છું.

સાવ હાઈકુની જેમ જ વાંચ્યો?
અરે! હું તો પ્રેમનો નિબંધ છું!

તમે હજુ મને ખોલ્યો ક્યાં છે?
તમારા માટે હજુ સુધી બંધ છું.

ન સમજ્યા નટવરને તમે ય;
તમે જ કરેલ એક પ્રબંધ છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું