શનિવાર, 14 નવેમ્બર, 2015

ગલત છે...

મારા ઘરમાં દોસ્ત, ક્યાં કોઈ અછત છે?
દશ દિશાની ભીંત ને આકાશની છત છે.

આપણને જ એ પારખતા નથી આવતું;
બાકી તો હર જગા પ્રભુનાં દસ્તખત છે.

સર્વ સુખો વચ્ચે રહી ફરિયાદ કર્યા કરે;
સાલી માણસજાત પહેલેથી જ ગલત છે.

એક દિ એ સર્વ કંઈ હારી જ જવાનો જ;
હર વાતમાં જેની કોઈને કોઈ શરત છે.

કેવી રીતે એને વીસરી જાઉં હું એ કહો;
એને સતત યાદ કરવાનું મારું વ્રત છે.

વારંવાર વાંચ્યા કરું છું હું ઉથલાવીને;
કોઈએ મોકલાવેલ  સાવ કોરો ખત છે.

એમને ય સમય નથી ઇશ્ક ફરમાવવા;
અને મારો ય કમબખ્ત બુરો વખત છે.

હું ક્યાં ગયો છું એ જાણતા નથી એઓ;
અને મારા ફોટા નીચે લખ્યું સદ્‍ગત છે.

કવિતાઓ નટવરની સાવ સીધી સાદી;
કહો એમાં કોઈ અતિ અઘરી બાબત છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું