શનિવાર, 14 નવેમ્બર, 2015

ભવની ભવાઈ...

જીવવું નથી મારે હવે રિબાઈ  રિબાઈને;
જીવવું છે મારે તો બસ તુજમાં સમાઈને.

સદા સજા જ મળી ખુદથી જુદા થવાની;
સમજી જ્યારથી સ્વજન વ્યક્તિ પરાઈને.

દવા નહીં,  દુઆ જ કામ આવશે શાયદ;
આવ્યો છું હું તો યારો,  ફૂલોથી ઘવાઈને.

આંસું આવી એવી રીતે અટકી જાય છે;
જાણે વાદળોય વરસતા નથી છવાઈને.

સાવ છેતરી ગઈ મારી નજર મને પણ;
સમજી બેઠો પ્રેમનો પર્વત હું તો રાઈને.

ખુદા તારો એક નેક બંદો છું રહ્યો સદા;
તોય સમજી ન શક્યો હું તારી ખુદાઈને.

જીવનની આખરી મંજિલ મરણ જ છે;
હું છું જ એવો,મળીશ મોતને હરખાઈને.

એવી રીતે જીવી ગયો જિંદગીને નટવર;
બની પ્રેક્ષક જોતો રહ્યો ભવની ભવાઈને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું