શનિવાર, 14 નવેમ્બર, 2015

કોઈક જાગે છે...

રાતભર દૂર દૂર ક્યાંક કોઈક જાગે છે;
અને મારા સપનાંમાં એ ભાગ માંગે છે.

એને એક વાર જોયા પછી યાર મારા;
હર હસીન ચહેરો એના જેવો લાગે છે.

અસીમ તન્હાઈની આ અસર છે શાયદ;
આયનામાંથી અજનબી જણ તાગે છે.

સાવ અજાણતાં મને એમણે સ્પર્શ્યો’તો;
સાવ અજાણ હતા કે જામગરી દાગે છે.

સનમ બહાર ન નીકળશો એકલાં આજ;
ભીંજાય જશો, વાદળ ઇશ્કનાં ગાજે છે.

તને કેવી રીતે દોસ્ત હું સાથ આપીશ?
યારીને તો તું હાથતાળી આપી ભાગે છે.

દિલમાં ન વસાવ્યો કદીય મને એમણે;
હવે એઓ જ છબી મારી ભીંતે ટાંગે છે.

એ જ કંઈક મેળવે છે નટવર, એક દિ;
હસતા હસતા છે કંઈ સર્વ એ ત્યાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું