શનિવાર, 14 નવેમ્બર, 2015

અફલાતૂન...


દોસ્ત મારા વાત આ કેવી છે અફલાતૂન!!
દિલ ધબકે મારું અને
છે એમાં એની ધૂન.

કેમ ન કરું હું એને પ્યાર હદથી વધીને?
એ જ એક છે જહાંમાં ખૂબસૂરત ખાતૂન.

એ ચાહે ન ચાહે,  શું ફેર મને પડશે હવે?
મારું તો બસ એને જ ચાહવાનું છે ઝનૂન.

આવી ને ગઈ એ જ્યારથી જિંદગીમાંથી;
હસતી રમતી જિંદગીમાં બધું છે સૂનમૂન.

હારી રહ્યો છું હર મોરચે મારું ધર્મયુદ્ધ;
સારથિ વિના જ બની બેઠો છું હું અર્જુન

જાણવું  હોય તો મારા જિગરીને પૂછશો;
એ જ એક જાણે છે કોણે કર્યું મારું ખૂન.

કોઈ ન તેડાવશો એને મારી  મૈયતમાં;
નિહાળી એને લાશમાં વહેવા લાગશે ખૂન.

આંખો નટવરની વરસે એવી અનરાધાર;
જાણે કે પહેલો વરસાદ અને માહ છે જૂન.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું