શનિવાર, 14 નવેમ્બર, 2015

ઇબાદત કરતો આવ્યો...

નાની લાગે એ મોટી બાબત કરતો આવ્યો;
સનમ સામા મળ્યા,ઇબાદત કરતો આવ્યો.

એમણે આપેલ જખમો હસતા હસતા સહ્યા;
એમને પણ હું થોડીક રાહત કરતો આવ્યો.

એક દિ તો એમનેય ઇશ્કનો અર્થ સમજાશે;
ખરા દિલથી હું એમને ચાહત કરતો આવ્યો.

દોસ્ત બની મળ્યા છે મને બરબાદ કરનારા;
હું તો એમની સાથે ખલાલત કરતો આવ્યો.

એમણે જરાક જગ્યા આપી હતી મને દિલમાં;
હું છું એવો,ત્યાં મારી રિયાસત કરતો આવ્યો.

નફરત કરનારને દક્ષિણા આપી છે ઉલફતની;
જેટલી થાય એટલી હું શરાફત કરતો આવ્યો.

લીલીછમ લાગણીએ સાથ આપ્યો નટવરને;
એ લાગણીને જિંદગી ઇનાયત કરતો આવ્યો.

(ખલાલત= ખરી મિત્રતા; સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું