શનિવાર, 14 નવેમ્બર, 2015

સુવિદિત છે...

કોઈ જાણતા નથી પણ એ સુવિદિત છે;
સપનાઓ સૌ આંખ સામે ઉપસ્થિત છે.

આંખ મળી તો દિલ પણ ખોવાય ગયું;
ખોવાય જવું દિલનું ય યાર નિમિત્ત છે.

કહેતા નથી એઓ કદી કંઈ કહેવા જેવું;
આંખો કહી દે એમને કોઈ સાથે પ્રીત છે.

દિલને કાબુમાં રાખી શકાય સમજાવીને;
કમબખ્ત મન જ સાલુ બહુ વિચલિત છે.

જાણીતા સહુ મળ્યા રાખે અજાણ્યા બની;
શાયદ ખુદથી પણ એઓ અપરિચિત છે.

દિલ છે, એ મળે ન મળે, ભળે ન ભળે;
વાત મનની જાણે એ સાચો મનમીત છે.

બાજી ઇશ્કની કેવી અજાયબ છે નટવર?
બધું હારી ગયા તો ય લાગે એ જ જીત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું