સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

સ્મરણમાં રહે છે...

આ હવા જે રીતે વાતાવરણમાં રહે છે;
એમ સનમ, તું મારા સ્મરણમાં રહે છે.

ઝાંઝવાંના જળ સુકાય ગયા લાગે છે;
એથી તો એ ધગધગતા રણમાં રહે છે.

ભલે ઠેર ઠેર પથરાયો છે અનંત રસ્તો;
તો ય હરદમ એ મારા ચરણમાં રહે છે.

પાલવમાં તારો ચહેરો કેવો લાગે કહું?
જાણે ચાંદ ખંડગ્રાસ ગ્રહણમાં રહે છે.

મંદિર મસ્જિદ ગુરુદ્વાર દેવળે ન જાઉં;
ઈશ્વર,અલ્લા,ઈશુ તો કણકણમાં રહે છે.

કોણ કહે કે સમય ક્યાં ય ટકતો નથી?
ક્યાં ય નહીં, સમય હર ક્ષણમાં રહે છે.

ન લગાવશો કોઈ મલમ સનમ હવે;
મીઠું દર્દ આપે આપેલ વ્રણમાં રહે છે.

શું છે નટવર તારી નજમ?કવિતાઓ?
જ્યાં સ્નેહ શબ્દોના આવરણમાં રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું