રવિવાર, 23 ઑગસ્ટ, 2015

પ્રથમ કર...

કરમ કર કે સિતમ કર;
જે કરવું હોય,સનમ કર.

ભૂલી ભલા ભગવાનને;
ઇશ્કને સાચો ધરમ કર.

ગમતા ગમતા ગમીશ;
ગુસ્સો તારો નરમ કર.

ઓગળી મારા શ્વાસમાં;
ઉચ્છવાસને ગરમ કર.

આઘોશમાં સમાઈ મારા;
તારા હર્ષને ચરમ કર.

પળ બે પળ બેસી સાથે;
આ એકલતાને કમ કર.

તારા આંસુ કિંમતી છે;
આંખોને તું ન નમ કર.

ક્યાં સુધી ઠોકર મારશે?
સનમ, જરા શરમ કર!

ઇકરાર કર કે ઇન્કાર કર;
આ કિસ્સો હવે ખતમ કર.

ભલે વીસરી જા સૌ કંઈ;
પણ યાદ મને પ્રથમ કર.

મિત્ર તો છે ઝાઝા નટવર
એમાંથી એક તુ પરમ કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું