ગુરુવાર, 18 જૂન, 2015

અનુરાગ છે...

ગરમ ગરમ રાત છે ને ભીતર ભીતર આગ છે;
આવ સપનામાં મળવા સનમ, આજે લાગ છે.

તન્હાઈ ગણગણી રહી છે મને સાવ અવગણી;
દઈ કાન સાંભળ સનમ,મધુરો એ રતિરાગ છે.

કઈ રીતે તને આફતાબ કહું હું તું જ કહે સનમ;
ભલે ચાંદ ખૂબસૂરત હશે,એમાંય કેટલાં દાગ છે.

ભલે હોય છે આપણા હ્રદયમાં ચાર ચાર ભાગ;
હરેક એ ભાગમાં તારો ય એક ખાસ વિભાગ છે.

ન જાઊં હું કદી કાબા કાશી, ન તો કરું હું જાત્રા;
તારી ગલી મારા ચારધામ ને આંગણું પ્રયાગ છે.

મને બાંધતી નથી,ખયાલમાંથી છોડતી ય નથી;
આવો તે કેવો સનમ,  તારો આ ભવ્ય ત્યાગ છે!

થઈ જાય એ વિના જિંદગી સાવ નકામી નટવર;
જીવનમાં જે કંઈ પણ છે, બસ એ જ અનુરાગ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું