ગુરુવાર, 18 જૂન, 2015

આજ વરસાદ છે...

આજ વરસાદ છે, વરસાદ છે;
જાણે ઓટ વિનાનો ઉન્માદ છે.

બહાર ભલે ધોધમાર વરસે છે;
ભીતર સાવ કોરો અવસાદ છે

તેં કહ્યું હતું મને ન ભૂલીશ તું;
શું હજુ પણ એ તને યાદ છે?

તારે ભૂલવું હોય તો ભૂલી જા;
હું તને ન ભૂલું,મારી મુરાદ છે

તારી સાથે ઝગડવું પણ નથી;
મારે અને તારે ક્યાં વિવાદ છે?

યાદમાં તારી આંસુંઓનો પણ;
આજ સહેજ વધુ ખારો સ્વાદ છે.

લૂંટાવ્યા છે જે મેં હસતા હસતા;
એ શબ્દોય મોંઘેરી જાયદાદ છે.

કેવી રીતે કરું હું એનો અનુવાદ?
ચાર આંખો આંખોનો સંવાદ છે.

તેં તો કંઈ જ નથી કહ્યું હોઠોથી;
તો કેમ મેં સાંભળ્યું, ' ઇર્શાદ છે!'

એક દિ તો મેળ કરાવશે નટવર;
આ કવિતાઓ જ મારો લવાદ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું