રવિવાર, 5 એપ્રિલ, 2015

ભરમાવે...

એને સ્પર્શી આવતો પવન મને ગઝલ સંભળાવે;
મારી આસપાસ જ એ રહે છે એમ મને ભરમાવે.

મારા જેવા વીરલાઓ બહુ જૂજ જ હશે દુનિયામાં;
જે બીજાને રોશની આપવા ખુદનું ઘર સળગાવે.

આ અધૂરી ઇચ્છાઓ ય કમબખ્ત બહુ લુચ્ચી છે;
મરવાના વાંકે જીવતા રહેવા સદા એ લલચાવે.

એક તો ચહેરા પર છે જખમો ને આયનો તૂટેલો;
અસલી ચહેરો બતલાવે તો કેવી રીતે બતલાવે?

થાય તો એટલું કરજો મારી આખરી સફર માટે;
ઓઢાડીને સપ્તરંગી ચૂંદડીનું કફન મને દફનાવે.

એવું જ થતું આવ્યું યુગોથી, થતું રહેશે એવું જ;
ખાસ અંગત હોય એ જ જિંદગીભર બહુ તડપાવે.

નટવર વિશે ય શું કહેવું તને યાર હવે વિગતમાં?
જે કદી એ નથી સમજ્યો, બીજાને એ જ સમજાવે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું