રવિવાર, 5 એપ્રિલ, 2015

એક સ્વજન...

લાગી મને જ્યારથી એમની લગન;
તનબદનમાં જાગી છે એક અગન.

લાખ લાખ લોક ન જોઈએ મને તો;
મને તો જોઈએ છે બસ એક સ્વજન.

કેવાં દિવસો  આવી ગયા આ પણ?
જીવવા ખુદ સાથે કરવી પડે ટસન.

હો શકે તો મોત તું રોકાઈ જા ઘડી;
ફરીને જોઈ લઉં હું કેવું હતું જીવન?

કોણ કહે છે વીસરી ગયો છું હું એને?
મેં તો હૈયામાં વસાવ્યું છે મારું વતન.

છે મારું હૈયું બીજાની અનામત યારો;
એને કાઢી લઈ કરજો તમે મારું દફન.

ન જાણે કયા રૂપમાં મળી જાય પ્રભુ?
એથી નટવર હર કોઈને કરે છે નમન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું