રવિવાર, 5 એપ્રિલ, 2015

છૂટ...

તક મળે લઈ  લઉં છું થોડી ઘણી છૂટ;
કેમકે રિશ્તો એમનો ને મારો છે અતૂટ.

નશો કદીય એનો નથી ઊતરવાનો હવે;
પીધાં છે એમનાં અધરોથી ઇશ્કના ઘૂંટ.

મારી સામેથી જ મને ચોરી ગયા એઓ;
કોઈને ન બચાવ્યો,હતી એ ઉઘાડી લૂંટ.

તન મળે ન મળે,મરજી પ્રભુની હશે એ;
ઇશ્કમાં  બે મન હોવા જોઈએ એક જૂટ.

એઓ મને ચાહે ન ચાહે એમની મરજી;
હું સદાય એમને ચાહતો રહીશ લખલૂટ.

સમજાય તો છે જિંદગીનો મરમ જ ઇશ્ક;
ન સમજે એના માટે બની જાય માથાકૂટ.

માંડમાંડ મળી એક અમસ્તી આ જિંદગી;
જીવવા કાજ કરવી પડે છે કેટલી કડાકૂટ?

બચજે માગણી અને લાગણીથી નટવર;
એ બન્ને કમજાત પડાવશે કદીક ફાટફૂટ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું