રવિવાર, 5 એપ્રિલ, 2015

મુશ્કેલ છે...

એક આભાસમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે;
કપરાં પ્રવાસમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

જે હોય પાસે એ કદીય સાથે નથી રહેતા સદા;
એ્મની તલાશમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

આ ધરતી ગગન હવા બોલાવી રહ્યા છે મને;
મારા આવાસમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

જેટલું પીધું એટલી વધુને વધુ તરસ લાગી છે;
અસીમ પ્યાસમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

કોઈ કોઈ કોઈનું નથી જાલિમ દુનિયામાં દોસ્ત;
તો ય અહેસાસમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

લાખો નિરાશામાં ભલે એક અમર આશા હોય;
ને અધૂરી આશમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

લાગણી અને માગણી વચ્ચે ભીંસાયો છે નટવર;
હવે  એ સંકડાશમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું