રવિવાર, 5 એપ્રિલ, 2015

મોસમ બદલાય છે...

મોસમ બદલાય છે;
ફોરમ બદલાય છે.

વખત જતા, યારા;
સનમ બદલાય છે.

જે હોય અંગત  એ;
મોઘમ બદલાય છે.

આંખો ખૂલે છે ત્યારે;
ભરમ બદલાય છે.

રાત રડે ડૂસકે ડૂસકે;
શબનમ બદલાય છે.

જોગસંજોગ આધીન;
કરમ બદલાય છે.

ખુદા તારી દુનિયામાં;
ધરમ બદલાય છે.

પડતી રહે ખોટી તો;
કસમ બદલાય છે.

હોય જે જિગરી મિત્ર;
કાયમ બદલાય છે.

સાચવ હવે નટવર;
નજમ બદલાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું